Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar: Steady increase in theft incidents in Sayla

VIDEO: સુરેન્દ્રનગર / સાયલાના ડોળીયા ગામમાં પરિવાર ધાબા પર સૂતો હતો, નીચે તસ્કરો ઘર સાફ કરી ગયા!

Timeછેલ્લું અપડેટ : 26 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. સાયલાના ડોળીયા ગામમાં પરિવાર ધાબા પર સૂતો હતો ત્યારે તસ્કરો ઘરનું તાળું તોડી કિંમતી સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરોએ તિજોરીના લોક તોડી સોનાના મંગલસૂત્ર, કાનની બુટ્ટી, વીંટી, પેન્ડલ સહિતના દાગીના અને ચાંદીના સામાન પર હાથ ફેરવ્યો હતો. દોઢ મહિનામાં ચોરીનો આ ચોથો બનાવ બન્યો હોવા છતાં પોલીસ હજુ સુધી એક પણ આરોપીને ઝડપી શકી નથી. વાડીઓમાંથી ઘઉં અને ઘરેલું સામાનની ચોરીના બનાવો પણ સામે આવી રહ્યા છે. સતત ચોરીથી લોકોમાં ભય અને અસલામતીનો માહોલ જોવા મળી રહ્યો છે.

App Store