Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar Police's Big Award: PSI A.S. Nair was awarded 'Rashtrapati Chandrak Award'!

VIDEO: સુરેન્દ્રનગર પોલીસનું મોટું બહુમાન: PSI એ.એસ. નાયરને એનાયત થયો 'રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ'!

Timeછેલ્લું અપડેટ : 19 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની કચેરીમાં ફરજ બજાવતા PSI એ.એસ. નાયરને ઉત્કૃષ્ટ સેવાઓ બદલ દેશના સર્વોચ્ચ 'રાષ્ટ્રપતિ ચંદ્રક એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાંથી આ બહુમાન મેળવનારા તેઓ એકમાત્ર પોલીસ કર્મચારી બન્યા છે. વર્ષ ૧૯૯૮માં કોન્સ્ટેબલ તરીકે પોલીસ બેડામાં જોડાનાર એ.એસ. નાયરે પોતાની ૨૭ વર્ષની કારકિર્દીમાં ડિટેક્શન, સાયબર ક્રાઇમ, CDR એનાલિસિસ અને ગુના શોધખોળ ક્ષેત્રે ૨૨૫થી વધુ પુરસ્કારો મેળવી શાનદાર કામગીરી કરી છે. ચૂંટણી સમયે LIB અને VIP સુરક્ષા પ્રોટોકોલ જેવી મહત્વની જવાબદારીઓ પણ નિષ્ઠાપૂર્વક નિભાવનાર PSI નાયરને આ સન્માન મળતાં સમગ્ર જિલ્લા પોલીસ પરિવારમાં ભારે હર્ષ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News