Surendranagar news: નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડનો મામલો, EDએ કોર્ટમાં 14 દિવસના રિમાન્ડ માંગ્યા

EDએ સુરેન્દ્રનગર અને વઢવાણમાં વહેલી સવારથી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જિલ્લા કલેક્ટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલના સત્તાવાર બંગલા તેમજ વઢવાણમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને દરોડા પાડી મહત્વના દસ્તાવેજો અને પુરાવા જપ્ત કર્યા છે.
EDએ કોર્ટમાં નાયબ મામલતદારના 14 દિવસના રિમાન્ડ માંગ્યા
મળતા અહેવાલ પ્રમાણે ,EDએ કોર્ટમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના 14 દિવસના રિમાન્ડ માંગ્યા છે.ચંદ્રસિંહ મોરીના રહેણાક મકાન માંથી 60 લાખ થી વધુની રોકડ રકમ મળી આવી છે.
દરોડાનું કારણ હજુ અધિકૃત રીતે જાહેર કરાયું નથી
ચર્ચા છે કે આ કાર્યવાહી જમીન સંબંધિત અનિયમિતતાઓ અને બેનામી સંપત્તિઓની તપાસ સાથે સંકળાયેલી છે. વઢવાણમાં મહાવીરસિંહ ગોહિલ સહિત અન્ય સ્થળોએ પણ તપાસ કરવામાં આવી. દરોડાનું કારણ હજુ અધિકૃત રીતે જાહેર કરાયું નથી, પરંતુ મોટા ગેરરીતિઓના ખુલાસાની શક્યતા છે..આ કાર્યવાહીથી જિલ્લા વહીવટતંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

