Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar LCB cracks down on theft of 56 tolas of gold biscuits from Limbdi, seizes Rs 85 lakh

VIDEO: સુરેન્દ્રનગર LCBએ લીંબડીમાંથી ૫૬ તોલા સોનાના બિસ્કિટની ચોરીનો ભેદ ઉકેલ્યો, ૮૫ લાખનો મુદ્દામાલ જપ્ત

Timeછેલ્લું અપડેટ : 19 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે લીંબડીમાં થયેલી ૫૬ તોલા સોનાના બિસ્કિટની મોટી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો  છે. રામદર્શન સોસાયટીમાં આવેલ મકાનમાંથી ચોરાયેલા ૮૩ લાખની કિંમતના સોનાના બિસ્કિટ સહિત કુલ ૮૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મકાનમાલિકને ત્યાં નોકર તરીકે ફરજ બજાવતા શખ્સોએ જ ચોરી કરી હોવાનો મોટો ધડાકો થયો છે. ઘટના બાદ મકાનમાલિકે ૩ મહિના સુધી ભુવા પાસે આંટા માર્યા હતા, પરંતુ પરિણામ ન મળતા આખરે પોલીસને રજૂઆત કરી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ચાર પુરુષ અને એક મહિલા આરોપીની ધરપકડ કરી લીંબડી પોલીસ સ્ટેશન સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

App Store