Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar / Epidemic breaks out due to distribution of soft water from borehole

VIDEO: સુરેન્દ્રનગર / દુધરેજમાં બોરનું મોળું પાણી વિતરણ થતા લોકોના સ્વાસ્થ્યને જોખમ, બીમારીઓમાં વધારો

Timeછેલ્લું અપડેટ : 29 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના દુધરેજ વિસ્તારમાં બોરનું મોળું પાણી વિતરણ થતા રોગચાળો ફાટી નીકળ્યાની ફરિયાદો સામે આવી છે. નર્મદાનું પાણી બંધ થતાં વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા પૂરતું પાણી નેટવર્ક ઉભું ન કરાતા લોકો બોરના પાણી પર નિર્ભર બન્યા છે. મોળું પાણી પીવાના કારણે પથરી, પેટમાં દુખાવો અને અન્ય બીમારીઓના દર્દીઓની સંખ્યા વધી રહી હોવાનું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ટેક્સ ચૂકવ્યા છતાં સ્વચ્છ પાણી મળતું નથી અને રોગચાળાનો ભોગ બનવું પડે છે તે મુદ્દે લોકો મહાનગરપાલિકાની નબળી કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

App Store