Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Fear of water crisis in Surendranagar

VIDEO: સુરેન્દ્રનગરમાં પાણી સંકટની આશંકા

Timeછેલ્લું અપડેટ : 28 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગરના મુખ્ય જળસ્ત્રોત સમાન ધોળીધજા ડેમમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહોંચાડવામાં આવતું પાણી આજથી સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે. નર્મદાની કેનાલો બંધ થવાને કારણે બારે મહિના ૨૦ ફૂટની સપાટીએ ભરેલો રહેતો આ ડેમ અત્યારે માત્ર ૧૩ ફૂટે પહોંચી ગયો છે.ડેમનું જળસ્તર ચિંતાજનક રીતે ઘટતાં તંત્ર દ્વારા વહેલી સવારે જ તાત્કાલિક નિર્ણય લઈને ‘સૌની યોજના’ અંતર્ગત સપ્લાય થતું પાણી બંધ કરાયું છે. જો હજુ પણ કેનાલો અને પાઇપલાઇન દ્વારા અન્ય જિલ્લાઓને પાણી અપાત, તો સ્થાનિક સ્તરે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય તેમ હતી. આ નિર્ણયને પગલે હવે કચ્છ, મોરબી, હળવદ, જામનગર, રાજકોટ, દ્વારકા, બોટાદ અને ભાવનગર તરફ જતો પાણીનો મોટો જથ્થો અટકાવી દેવામાં આવ્યો છે

App Store