VIDEO: સુરેન્દ્રનગર કલેક્ટર બન્યા શિક્ષક, અંતરિયાળ ગામની શાળામાં કર્યું સરપ્રાઈઝ ચેકિંગ
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લાના અંતરિયાળ ચોબારી ગામની શાળામાં કલેક્ટર ગુણવંતસિંહ સોલંકીએ આકસ્મિક મુલાકાત લઈ શિક્ષણ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તપાસ દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો અને વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા નિભાવી વિદ્યાર્થીઓને પાઠ પણ ભણાવ્યા હતા. કલેક્ટરે વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકો અને અભ્યાસની પણ ચકાસણી કરી હતી. ઉપરાંત શાળામાં શિક્ષકો સમયસર હાજર રહે છે કે નહીં તેની પણ તપાસ હાથ ધરાઈ હતી. મુલાકાત દરમિયાન શાળાની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સુધારા માટે સૂચનો આપવામાં આવ્યા હતા. કલેક્ટરની આ અનોખી પહેલની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે.

