VIDEO: સુરેન્દ્રનગર બોગસ ભરતી કૌભાંડમાં નકલી ડિરેક્ટર મેહુલ શાહ અંગે ચોંકાવનારો મોટો ખુલાસો
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના બોગસ ભરતી લેટર કૌભાંડમાં તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે મેહુલ નેતા બનવાની મહત્વાકાંક્ષા ધરાવતો હતો અને વાંકાનેરની ભાજપ મહિલા આગેવાન જીગીશા મેર તેનો લાભ ઉઠાવતી હોવાના આક્ષેપો થયા છે. ખોટા ભરતી ઓર્ડરના નામે લેવાયેલા નાણાંમાંથી મોટો હિસ્સો જીગીશા મેરને આપ્યો હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. 100થી વધુ વિદ્યાર્થીઓ આ કૌભાંડનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. તપાસ મુજબ ચૂંટણી લડવાની તૈયારી, સંપત્તિ, સંતાનોના શિક્ષણ અને પ્રતિષ્ઠા વધારવા માટે મેહુલ મારફતે મંદિરોમાં દાન કરાવાયું હોવાના આક્ષેપો પણ છે. જીગીશા મેર અને સમીર સામે પોલીસ કાર્યવાહી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

