Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar: A car fell into the water of Sukhadia dam near the owner of Lakhtar, luckily everyone was rescued

VIDEO: સુરેન્દ્રનગર: લખતરના માલીકા પાસે સુખડિયા ડેમના પાણીમાં કાર ખાબકી, સદનસીબે તમામનો બચાવ

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના માલીકા પાસે આવેલા સુખડિયા ડેમના કોઝવે પરથી પસાર થતી એક કાર પાણીમાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે. સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો સુરક્ષિત બચાવ થયો છે….સ્થાનિક ગ્રામજનોએ સમય સૂચકતા વાપરીને ટ્રેક્ટરની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢી હતી. ડેમના કોઝવે પર સતત જામેલી લીલના કારણે વાહનો સ્લીપ થવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે અને અહીં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. જોકે સરકાર દ્વારા સુખડિયા ડેમ પર ઓવરબ્રિજ મંજૂર કરવામાં આવ્યો હોવા છતાં તેનું કામ શરૂ ન થવાથી સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોએ વહેલી તકે બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ કરવાની ઉગ્ર માંગ કરી છે.

App Store