VIDEO: સુરેન્દ્રનગર: ખનીજ ચોરી ઝડપનાર ચોટીલા ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાની બદલી કરાઈ
સોર્સ : gstv
સુરેન્દ્રનગર ચોટીલાના ચર્ચિત ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાની મહીસાગર ખાતે બદલી કરવામાં આવી છે. પોતાના બે વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે 1 હજાર કરોડ રૂપિયાથી વધુની ખનીજ ચોરી ઝડપી પાડી છે. માફિયાઓ સામે પાસા તેમજ લેન્ડગ્રેબિંગ હેઠળ કડક પગલાં લીધા હતા. તેમણે થાનગઢ, મૂળી અને પાંચાળ વિસ્તારમાં ખનીજ માફિયાઓ ઉપરાંત હાઇવેના દબાણો, બાયોડીઝલ અને કેમિકલ ચોરી સામે પણ આકરી કાર્યવાહી કરી હતી.

