Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar / 12-year-old boy dies after drowning in lake

VIDEO: સુરેન્દ્રનગર / તળાવમાં ડૂબી જતા 12 વર્ષના બાળકનું મોત

Timeછેલ્લું અપડેટ : 03 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના ગુદીયાળા ગામેથી માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગામના તળાવમાં ડૂબી જતાં 12 વર્ષના રોહિત ઉઘરેજીયાનું મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ માતા-પિતા ઘરે હતા ત્યારે ગરમી અને બફારાથી રાહત મેળવવા બાળક તળાવમાં ન્હાવા ગયો હતો. જોકે ન્હાવા દરમિયાન તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે તળાવમાં શોધખોળ કરી બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. ઘટનાથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે, જ્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

App Store