VIDEO: Surendranagarમાં ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષા પદ્ધતિ સામે વિદ્યાર્થીઓમાં આક્રોશ, ઓફલાઈન પરીક્ષાની કરી માંગ
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરમાં ગૌણ સેવા પસંદગી મંડળની CCE પરીક્ષા પદ્ધતિ સામે વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ઓનલાઇન પરીક્ષામાં અગાઉ થયેલી ગેરરીતિઓ અને ખાનગી એજન્સી દ્વારા પૂછાયેલા ખોટા પ્રશ્નોનો હવાલો આપી વિદ્યાર્થીઓએ ઓફલાઇન પરીક્ષાની માંગ કરી છે. રાજ્યના 6 લાખ ઉમેદવારોનું ભાવિ જોખમાય નહીં તે માટે MCQ અને OMR પદ્ધતિથી જ પરીક્ષા લેવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

