VIDEO: સોલર ગર્લ પાયલ મુંજપરા લાલ કિલ્લાના મંચ પર બનશે વિશેષ અતિથિ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામની પાયલ મુંજપરાને 15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસ સમારોહમાં દિલ્હી લાલ કિલ્લા ખાતે વિશેષ અતિથિ તરીકે આમંત્રણ મળ્યું છે. પાયલે સેવા સંગઠન સાથે સોલર પીવી ટેકનિશિયનની તાલીમ મેળવી પુરુષપ્રધાન ટેકનિકલ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. ગ્રામ્ય યુવતીઓને કૌશલ્ય અને રોજગાર માટે પ્રેરણા આપતા પાયલ હરિત ઊર્જાના ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપી રહી છે.
પાયલ મુંજપરના કાર્યો અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત'ના 132મા એપિસોડમાં પ્રશંસા કરી હતી. પાયલની આ સિદ્ધિથી સુરેન્દ્રનગર અને ગુજરાતનું ગૌરવ વધ્યું છે અને ભરાડા ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. 'જન ભાગીદારી' અભિગમ હેઠળ દેશ નિર્માણમાં યોગદાન બદલ પાયલને રાષ્ટ્રીય સમારોહનું દુર્લભ આમંત્રણ મળ્યું છે.

