Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...

Surendranagar: SIRની કામગીરી 100 ટકા પૂર્ણ, BLO દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પ્રી-ડ્રાફ્ટ અંગેની બેઠકો યોજાઈ

Timeછેલ્લું અપડેટ : 13 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Surendranagar: SIRની કામગીરી 100 ટકા પૂર્ણ, BLO દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પ્રી-ડ્રાફ્ટ અંગેની બેઠકો યોજાઈ
સોર્સ : gstv

ભારતીય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રએ 100% કામગીરી પૂર્ણ જાહેર કરી છે. આ ઝુંબેશના ગણતરીના તબક્કામાં જિલ્લાએ સંપૂર્ણ લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે.

App Store

સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂરજોશમાં ચાલ્યો હતો, જેમાં તમામ કામગીરી બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા સમયસર પૂર્ણ કરવામાં આવી છે. સાથે જ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજકીય પક્ષો સાથે મહત્ત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. સાથે જ BLO દ્વારા ફોર્મ ભરવા અને તેને ઓનલાઈન સબમિટ કરવાની પ્રક્રિયાનો ધમધમાટ જોવા મળ્યો હતો. જિલ્લાના તમામ 1518 બુથો પર BLO દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે 'પ્રી-ડ્રાફ્ટ' મતદાર યાદી અંગેની મહત્ત્વપૂર્ણ બેઠકો પણ યોજવામાં આવી હતી.