VIDEO: Surendranagar / કલેક્ટર અને ધારાસભ્યની હાજરીમાં રાત્રીસભામાં અગરિયાઓનો હોબાળો; વિવિધ પ્રશ્નો મુદ્દે તંત્ર સામે ભારે આક્રોશ
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરમાં કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં યોજાયેલી રાત્રીસભામાં અગરિયાઓએ વિવિધ પ્રશ્નોને લઈને તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. અગરિયાઓએ જણાવ્યું કે રાત્રીસભાઓ તો યોજાય છે, પરંતુ તેનો કોઈ હકારાત્મક પરિણામ જોવા મળતું નથી. સર્વે અને સેટલમેન્ટના મુદ્દે કલેક્ટર તથા ધારાસભ્યને આકરા સવાલો પૂછવામાં આવ્યા હતા. સાથે જ રણ વિસ્તારમાં ફરી સર્વે કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. વાવાઝોડાથી થયેલા નુકસાનની સહાય ચૂકવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો પણ મુદ્દો ઉઠ્યો હતો. ઉપરાંત, હિન્દુસ્તાન સોલ્ટ કંપનીની મનમાની સામે કાર્યવાહી કરવાની માંગ સાથે અગરિયાઓએ પોતાની વ્યથા રજૂ કરી હતી.

