VIDEO: પાટડીમાં કબ્રસ્તાન બહાર ગરેકાયદેસર દબાણો હટાવાયા
સોર્સ : gstv
પાટડીમાં કબ્રસ્તાન પાસે જાહેર રસ્તા પર ગેરકાયદેસર રીતે ધમધમતી ૧૫ નોનવેજની દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ ગેરકાયદે વેપારની બરાબર સામે જ પ્રાથમિક શાળા અને ગાયત્રી મંદિર આવેલું હોવાથી, ત્યાંથી પસાર થતાં બાળકો અને ધાર્મિક આસ્થાઓ પર વિપરીત અસર પડતી હતી. આ ગંભીર બાબતે સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમારે ગૃહ વિભાગને સત્તાવાર રજૂઆત કરી હતી. નગરપાલિકા દ્વારા અગાઉ નોટિસો આપવામાં આવી હોવા છતાંય દબાણકર્તાઓએ સ્વેચ્છાએ દબાણ દૂર કર્યું ન હતું. આખરે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ તમામ ગેરકાયદે દબાણોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે.

