Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Protests continue over the issue of Indian wild donkey

VIDEO: Surendranagarમાં ઘુડખર ત્રાસ મુદ્દે વિરોધનો વંટોળ યથાવત, 11 ગામોના ખેડૂતોના ફોરેસ્ટ કચેરીમાં ધામા

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સુરેન્દ્રનગર જિલ્લાના ગામોમાં ઘુડખરનો ત્રાસ છે.ત્યારે હવે આ ગામોમાંથી  ઘુડખર હટાવા અંગેની કામગીરી ટુક સમયમાં શરૂ કરવા તંત્રએ કવાયત હાથ ધરી છે.  સુરેન્દ્રનગર જિલ્લાના ઘણાદ ગંજેડા ડુમાણા પેઢડા નાના અંકેવાળીયા ભદ્રેસી સહિતના ગામોમાં ઘુડખડનો ત્રાસ છે. જેના કારણે ખેડૂતો પણ ત્રસ્ત છે. ખેડૂતોના કપાસ મગફળી જેવા વાવેતરને આ ઘુડખર નુકસાન પહોંચાડી રહ્યાં છે. ત્યારે  11 ગામોના ખેડૂતો એકત્રિત થયા હતા અને  ફોરેસ્ટ કચેરીમાં ધામા નાખ્યા હતા. ઘુડખર હટાવા લેખિત બાંહેધરી આપવા અધિકારી સમક્ષ ખેડૂતોએ માગ કરી છે.  ઘુડખરો 25 હજારથી વધુ ખેડૂતોના પાકોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ડુમાડા ગંજેડા ઘણાદ વણા સહિતના ગામોના ખેડૂતોના ધામા નાખી ઘુડખર હટાવા લેખિત બાંહેધરીની માંગ કરી છે. આ ઘુડખરો અભ્યારણથી 40 કિ.મી. દૂર આવી પહોંચ્યા છે. ત્યારે આ તમામ ધુડખરોને તાત્કાલિક  સલામતરીતે અભ્યારણમાં પહોંચાડવાનો નિર્ણય કરાયો છે. 

App Store