Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Prisoner attempts suicide in Surendranagar Sub Jail, second incident in a week

સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીનો આત્મહત્યાનો પ્રયાસ, એક સપ્તાહમાં બીજો બનાવ

Timeછેલ્લું અપડેટ : 28 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીનો આત્મહત્યાનો પ્રયાસ, એક સપ્તાહમાં બીજો બનાવ
સોર્સ : gstv

સુરેન્દ્રનગરની સબ જેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. જેલમાં એક કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. મહત્વની વાત એ છે કે એક સપ્તાહમાં સબ જેલમાં આ પ્રકારનો બીજો બનાવ સામે આવ્યો છે.

વધુ પડતી દવાઓનું સેવન કર્યું

App Store

મળતી માહિતી મુજબ, 26 વર્ષીય કેદી મિલનકુમાર સોલંકીએ વધુ પડતી દવાઓનું સેવન કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ જેલ તંત્ર દ્વારા તાત્કાલિક  કેદીને સારવાર માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ કેદીની હાલત ગંભીર હોવાનું જણાતા તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે.

સબ જેલની ક્ષમતા કરતાં વધુ કેદી

બીજી તરફ, સુરેન્દ્રનગર સબ જેલની ક્ષમતા 150 કેદીઓની હોવા છતાં અહીં 250થી વધુ કેદીઓ હોવાના કારણે જેલમાં વ્યવસ્થાનો પ્રશ્ન પણ સામે આવ્યો છે. ક્ષમતા કરતાં મોટી સંખ્યામાં કેદીઓ હોવાના કારણે જેલ તંત્ર પર વધારાનો બોજ હોવાનું માનવામાં આવે છે.

કેદીએ કયા કારણોસર આ પગલું ભરવાનો પ્રયાસ કર્યો તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને આત્મહત્યાના પ્રયાસ પાછળના કારણ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.