VIDEO: સુરેન્દ્રનગરમાં ઝોમેટોના 150થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતરતા ઓનલાઈન ફૂડ ડિલેવરી સિસ્ટમ ખોરંભે
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં આજે ઓનલાઈન ફૂડ ડિલેવરી સિસ્ટમ સંપૂર્ણપણે ખોરંભે ચડી છે. ઝોમેટો કંપનીના 150થી વધુ ફૂડ ડિલેવરી બોયઝ પૂરતું વળતર ન મળવા અને કંપનીની દાદાગીરી સામે રોષ વ્યક્ત કરીને અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. આ હડતાળને પગલે સ્થાનિક હોટલો દ્વારા ઓનલાઈન ઓર્ડર લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. યોગ્ય વળતર આપવાની માગ સાથે ડિલેવરી બોયઝે અડગ વલણ અપનાવતાં અમદાવાદથી મુખ્ય ફ્રેન્ચાઈઝીના અધિકારીઓ મામલો ઉકેલવા દોડી આવ્યા છે. જોકે, જ્યાં સુધી તેમની વાજબી માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો છે.

