સુરેન્દ્રનગરની શાળામાં આચાર્યએ ધો.7ના વિદ્યાર્થીને સ્ટીલની પાઈપ વડે માર્યો ઢોર માર

ગુજરાતમાંથી અવારનવાર શાળાના બાળકોને શિક્ષકો દ્વારા માર મારવાની ઘટના સામે આવતી હોય છે એવામાં સુરેન્દ્રનગરમાંથી આ પ્રકારની જ એક ઘટના સામે આવી રહી છે જેમાં શાળાના આચાર્યએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં થાનની શાળા નંબર - 9ના આચાર્યએ વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યું છે. શાળાના આચાર્ય મિતેશ વાઘેલા દ્વારા ધોરણ - 7માં અભ્યાસ કરતા ક્રિષ્ના ગેડિયાને માર મારવામાં આવ્યો હતો. સ્ટીલની પાઇપ વડે માર મારતા વિદ્યાર્થીના હાથ અને બરડામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો : અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 33 ગુજરાતીઓની ઘરવાપસી, જાણો પરિવારજનોએ શું કહ્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં આચાર્યએ માર મારતા પરિવારે રોષ વ્યકત કર્યો હતો. આ મામલે થાન પોલીસ મથકમાં આચાર્ય સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમજ પરિવાર દ્વારા યોગ્ય ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી હતી.

