VIDEO: સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત પ્રિ-નવરાત્રીનું આયોજન, ખેલૈયાઓ ઝૂમ્યા
સોર્સ : gstv
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત પ્રિ-નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ટાઉનહોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં નાના અને મધ્યમ વર્ગના પરિવારજનો મોંઘા પાસની ખરીદી વગર મુક્તપણે માણી શકે તે માટે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવ્યો હતો. લોકપ્રિય કલાકારોના સૂર અને સંગીત વચ્ચે ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી. આ ઉત્સવમાં મહાનગરપાલિકાના કોર્પોરેટરો, અધિકારીઓ અને હોદ્દેદારો પણ નાગરિકો સાથે ગરબે ઘૂમ્યા હતા, જેના કારણે શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

