Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Portal for cotton registration at support price opened today,

Surendranagar: ટેકાના ભાવે કપાસ રજીસ્ટ્રેશ મામલે આજથી ખુલ્યું પોર્ટલ, ખેડૂતોએ ફરી રજીસ્ટ્રેશન કર્યું શરૂ

Timeછેલ્લું અપડેટ : 03 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરમાં ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી માટેનું રજીસ્ટ્રેશન પોર્ટલ આજથી, 3 સપ્ટેમ્બર 2025થી ખુલી ગયું છે. અગાઉ પોર્ટલમાં ટેકનિકલ ખામીઓને કારણે ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે તે ખામીઓ દૂર કરવામાં આવી છે અને રજીસ્ટ્રેશન પ્રક્રિયા ફરી શરૂ થઈ છે.

App Store

પોર્ટલ પર પહેલાં કપાસ ક્યાં વેચવા જવું તે ઓપ્શન બંધ હતું. જોકે, હવે આ સમસ્યા ઉકેલાઈ છે. ટેકાના ભાવની શરૂઆત રૂ. 1612થી થઈને રૂ. 1622 સુધી નક્કી કરવામાં આવી છે. ખેડૂતોમાં રજીસ્ટ્રેશનને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે બજારમાં ભાવ ઓછા હોવા છતાં ટેકાના ભાવે ખરીદીથી તેમને આર્થિક સહાય મળશે. આ પગલે ખેડૂતોની ખેતીને પ્રોત્સાહન મળશે અને કપાસના ઉત્પાદનને વેગ મળશે.