VIDEO: સુરતના ઉધનામાં રસ્તાઓ પર પાણી-પાણી, ટ્રાફિકજામથી લોકો ત્રસ્ત
સોર્સ : gstv
સુરતમાં ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના ઉધના વિસ્તારમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિર નજીક માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહનો પાણીમાં અચાનક બંધ પડી ગયા હતા. વરસાદી પાણી ભરાવાને કારણે આ મુખ્ય માર્ગ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો, જેથી રાહદારીઓ અને નોકરી-ધંધા પર જતા લોકો અટવાયા હતા. આ વિકટ પરિસ્થિતિએ ફરી એકવાર સુરત મહાનગરપાલિકાના પ્રિ-મોન્સૂન કામગીરી અને ચોમાસા પહેલાના દાવાઓની પોલ ખોલી નાખી છે.

