VIDEO: સુરેન્દ્રનગરમાં 200થી વધુ અધિકારીઓએ અંગદાનના શપથ લીધા
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય, કલેક્ટર સહિતના અધિકારીઓએ મૃત્યુ બાદ અંગદાન કરવાનો સંકલ્પ લીધો હતો. અંગદાનના મહત્વ અંગે લોકોને જાગૃત કરતાં જણાવાયું કે મૃત્યુ બાદ અંગદાનથી જરૂરિયાતમંદ લોકોના જીવનમાં સુધારો લાવી શકાય છે. જિલ્લામાં 200થી વધુ અધિકારીઓએ અંગદાનના શપથ લીધા હતા. આ ઉપરાંત વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે જિલ્લામાં ત્રણ સ્થળોએ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 હજારથી વધુ લોકોએ રક્તદાન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ‘સેવા મેરા યોગદાન’ અભિયાન અંતર્ગત જિલ્લાભરમાં સ્વચ્છતા અભિયાન, ભૂખ્યાને ભોજન, અબોલ પશુઓને ઘાસચારો, રક્તદાન અને અંગદાન સહિતના વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

