VIDEO: ગેડીયા પિતા-પુત્ર એન્કાઉન્ટર કેસમાં નવો વળાંક, 2 સપ્ટેમ્બરે કોર્ટનો નિર્ણય
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના ગેડીયા પિતા-પુત્ર એન્કાઉન્ટર કેસમાં વધુ એક નવો વળાંક આવ્યો છે. SITની સી-સમરી રદ થયા બાદ SIT અધિકારી અને DYSP જુગલ પુરોહિતે કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી છે. ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટે રિવિઝન અરજી પર વચગાળાનો સ્ટે આપ્યો હતો. ફરિયાદીને સાંભળ્યા વિના સ્ટે મળતા ફરિયાદી પક્ષના વકીલ પુનિત દવેએ વાંધો ઉઠાવ્યો હતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આગામી સુનાવણી માટે 2 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે. વર્ષ 2021માં માલવણ PSI વિરેન્દ્રસિંહ જાડેજા સહિત સાત પોલીસકર્મીઓ પર ગેડીયા ગામે પિતા હનીફ ખાન અને પુત્ર મદીન ખાન પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપ થયો હતો. હવે 2 સપ્ટેમ્બરના નિર્ણય પર સૌની નજર છે.

