Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Liquor smuggling racket busted in police station, 620 liters of country liquor seized, case registered against accused

Surendranagar news: થાનમાં દારૂ સંતાડવાનો કીમિયાનો પર્દાફાશ, 620 લિટર દેશી દારૂ જપ્ત, આરોપી સામે ગુનો નોંધાયો

Timeછેલ્લું અપડેટ : 13 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Surendranagar news: થાનમાં દારૂ સંતાડવાનો કીમિયાનો પર્દાફાશ, 620 લિટર દેશી દારૂ જપ્ત, આરોપી સામે ગુનો નોંધાયો
સોર્સ : GSTV

Surendranagar news: સુરેન્દ્રનગરના થાનના નળખંભા માંથી 620 લીટર દેશી દારૂ ઝડપાયો છે. બુટલેગરે પાણીના ટાંકામાં દારૂ સંતાડયો હતો. દરોડામાં માત્ર દારૂનો જથ્થો ઝડપાયો હતો અને આરોપી નહીં પકડાતાં પોલીસની કામગીરી પર સવાલ થઈ રહ્યા છે. 

App Store

થાનમાં પાણીના ટાંકામાંથી ઝડપાયો 620 લિટર દેશી દારૂ
મળતી માહિતી મુજબ, થાન પોલીસે બાતમીના આધારે નળખંભા ગામની રાતડિયા તરીકે ઓળખાતી સીમમાંથી ગોવિંદભાઈ ભીમાભાઈ સારલાની વાડીમાં મકાનની બાજુમાં આવેલી ખરાબાની જગ્યામાં દરોડો પાડયો હતો. જેમાં પાણી સંગ્રહ કરવાના ટાંકામાં સંતાડેલો રૂ.1.24 લાખની કિંમતનો 620 લિટર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. 

પોલીસ દ્વારા ઘટનાસ્થળે દરોડા પાડવામાં આવ્યા ત્યારે આરોપી ગોવિંદભાઈ સારલા હાજર મળી ન આવતા થાન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, થાન તાલુકામાંથી છેલ્લા ચાર પાંચ દિવસમાં દારૂ અને ખનીજ ચોરીની અનેક રેઇડ કરવામાં આવી છે, પરંતુ એક પણ રેઇડમાં આરોપી ન ઝડપાતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.