Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Lakhtar-Pyari's New Road Broken in 11 Months, Alleged Corruption

VIDEO: લખતર-અણીયારીનો નવો રોડ 11 મહિનામાં તૂટ્યો, ભ્રષ્ટાચારના આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 26 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના લખતરથી અણીયારી સુધી બનેલો નવો રોડ માત્ર 11 મહિનામાં તૂટી જતા ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા છે. 5.8 કિલોમીટર લાંબા આ રોડ પાછળ અંદાજે 207 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. ગુજરાત સરકારના પ્રોજેક્ટ ભંડોળમાંથી પંચાયત વિભાગના કાર્યપાલક ઈજનેરની દેખરેખ હેઠળ રોડ બનાવાયો હતો અને કામ ધ્રુવરાજ ઈન્ફ્રા, લીંબડીને અપાયું હતું. સ્થાનિકોના આક્ષેપ મુજબ રોડનો ડામર હાથથી જ ઉખડી રહ્યો છે. 11 મહિના પહેલા લોકાર્પણ થયેલા રોડની નબળી ગુણવત્તાને લઈને જાગૃત નાગરિક રાજેશભાઈ ડાભીએ મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરી હતી. ત્યારબાદ CMOએ જિલ્લા કલેક્ટરને તપાસના આદેશ આપ્યા છે. કલેક્ટરે અધિકારીઓને તપાસ સોંપી ટૂંક સમયમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો.

App Store