VIDEO: Surendranagar / ચૂંટણીના પરિણામો આવતા જ નર્મદાની કેનાલ બંધ; પાક સુકાઈ જતાં જગતના તાતમાં ભારે આક્રોશ, રિપેરિંગના બહાના સામે ઉઠ્યા સવાલ
સોર્સ : GSTV
સુરેન્દ્રનગર જિલ્લાના સ્થાનિક ખેડૂતોએ સરકાર સામે ગંભીર આક્ષેપો કરીને ભારે આક્રોશ ઠાલવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતો મેળવવા માટે તંત્રએ પહેલી માર્ચના બદલે છેક મે મહિના સુધી નર્મદાની કેનાલ શરૂ રાખી હતી.પરંતુ, જેવા ચૂંટણીના પરિણામો જાહેર થયા, કે તરત જ રિપેરિંગના બહાને કેનાલો બંધ કરી દેવામાં આવી છે. સિંચાઈનું પાણી ન મળતાં ખેતરોમાં ઉભેલો તલ, બાજરી, શાકભાજી અને લીલો ચારો નજર સામે સુકાઈ રહ્યો છે. ચૂંટણી પૂર્ણ થતા જ ખેડૂતોને રામભરોસે છોડી દેવાતા તંત્ર સામે ભારે રોષ વ્યાપ્યો છે.

