Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Horrific accident on Saila-Sudamda road: Collision between two stone-laden dumpers and a car

VIDEO: સાયલા-સુદામડા રોડ પર ભયાનક અકસ્માત: પથ્થર ભરેલા બે ડમ્પર અને કાર વચ્ચે ટક્કર

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના સાયલા–સુદામડા રોડ પર બે પથ્થર ભરેલા ડમ્પર અને સાઇડમાં પાર્ક કરેલી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ એક ઓવરલોડ ડમ્પર રસ્તા વચ્ચે પલટી જતાં સાયલા–પાળીયાદ હાઇવેનો એક તરફનો માર્ગ બંધ થઈ ગયો હતો. ઘટનાને પગલે વાહનોની લાંબી કતારો લાગી હતી. સ્થાનિકોના આક્ષેપ મુજબ આ માર્ગ પર બેફામ અને ઓવરલોડ ડમ્પરોના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. કેટલાક ડમ્પર લાયસન્સ વિના ચાલકો ચલાવતા હોવાના પણ આક્ષેપ થયા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી આગળની તપાસ હાથ ધરી છે.

App Store