Surendranagar: ભારે વરસાદને કારણે સરકારી હોસ્પિટલમાં ભરાયા પાણી, તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરના થાનમાં માત્ર 6 કલાકમાં 3.5 ઇંચ વરસાદે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી. લાંબા વિરામ બાદ ભારે વરસાદથી થાનની સરકારી હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયું, જેના કારણે તંત્રની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઉભા થયા. ચુડામાં 2 ઇંચ અને ચોટીલામાં 1 ઇંચ વરસાદ નોંધાયો. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી, પરંતુ થાનમાં પાણી ભરાવાની સમસ્યાએ લોકોને હેરાન કર્યા. બીજી તરફ, લાંબા સમય બાદ વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી.

