VIDEO: સુરેન્દ્રનગરમાં સોલર કંપનીના નામે છેતરપિંડી: વાહનો ભાડે આપી કૌભાંડ આચરનાર મુખ્ય સૂત્રધાર સહિત ૪ આરોપીઓની ધરપકડ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરમાં સોલર કંપનીમાં વાહનો ભાડે આપવાના નામે આચરવામાં આવેલા મોટા છેતરપિંડીના પ્રકરણમાં પોલીસે વધુ 4 આરોપીની ધરપકડ કરી છે. આ કૌભાંડ હેઠળ કુલ 51 વાહનોની છેતરપિંડી કરાઈ હતી, જેમાંથી પોલીસે સફળતાપૂર્વક 47 વાહનો જપ્ત કર્યા છે……મુખ્ય આરોપી અર્જુન ઉર્ફે અરજણ જોગરાણા સહિતના ચારેય આરોપીઓ ભાડાના વાહનો ગીરવે મૂકી રૂપિયાની વહેંચણી કરતા હતા. પોલીસે આ ગુનામાં કુલ 3 કરોડ 49 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજકોટ રેન્જ આઈજી દ્વારા એલસીબી ટીમને ૨૧ હજાર રૂપિયાનું ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી છે.

