Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Flood due to heavy rains in Surendranagar district: Dedadara village washed away farmers' crops

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી જળપ્રલય: દેદાદરા ગામે ખેડૂતોના પાક ધોવાયા

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપને કારણે સર્જાયેલા જળપ્રલયથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. વઢવાણ તાલુકાના દેદાદરા ગામે સાત ઇંચથી વધુ ખાબકેલા વરસાદને લીધે ત્રાહિમામ પોકારી ગયેલા ખેડૂતોની હાલત દયનીય બની છે. અહીં એક હજારથી વધુ જમીન પર ઢીંચણસમા પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકે તેવી પણ પરિસ્થિતિ રહી નથી. કપાસ, મગફળી અને તલ જેવા મહત્વના પાકોના વાવેતર તેમજ ખેતરોની ઉપજાઉ માટી ધોવાઈ જતાં વ્યાપક નુકસાન થયું છે, જેનાથી અન્નદાતાઓની આર્થિક કમ્મર તૂટી ગઈ છે. આ આપત્તિજનક સ્થિતિમાં ખેડૂતોની મદદે આવીને તંત્ર તાત્કાલિક ધોરણે સર્વે કરી આર્થિક સહાય ચૂકવે તેવી ઉગ્ર માંગ ઊઠી છે.

App Store