સુરેન્દ્રનગરમાં બે જુથો વચ્ચે મારામારીની ઘટનામાં પાંચ લોકો ઘાયલ, 2ની હાલત ગંભીર

સાયલા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં જુદી જુદી બે જ્ઞાતિના લોકો વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. વાહન સામે સામે નાખતા પહેલા બોલાચાલી થઈ અને બાદમાં મારામારીની ઘટનાએ સ્વરુપ લીધું હતું. આ મારામારીના બનાવમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકઠા થયા હતા.
બે લોકોને માથાના ભાગે ગંભીર ઈજા જણાતા સુરેન્દ્રનગરમાંથી ખસેડવામાં આવ્યા હતા. આ મારમારીનો વીડિયો વાયરલ થયો હતો. સાયલા તાલુકામાં થોડા દિવસોમાં જ હત્યા, મારામારી, ફાયરિંગ જેવા બનાવનો વધારો થતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી હોવાનું વર્તાઈ રહ્યું છે એવામાં સાયલા પોલીસ મથકે કડક પીઆઇને મૂકવાની માંગ ઉઠી છે.

