સુરેન્દ્રનગર: સગા ભાઈ – બહેન ભોગાવો નદીમાં ન્હાવા જતા ડૂબ્યા, ભારે જહેમત બાદ મળ્યા મૃતદેહ

રાજ્યના સુરેન્દ્રનગરમાં સગા ભાઈ – બહેન ભોગાવો નદીમાં ન્હાવા જતા ડૂબી ગયા હતા. આ દુર્ઘટનામાં બન્નેનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું. બે દિવસ પહેલા વલસાડમાં પણ આવી જ ઘટના સર્જાઈ હતી, જેમાં 4 વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. અકાળે બાઈ-બહેનનું મોત નિપજતા પરિવાર પર દુ:ખનું આભ ફાટી પડ્યું છે.
નદીમાં તરવૈયાઓની ટીમે ભારે જહેમત બાદ બંનેના મૃતદેહને બહાર કાઢ્યા
દુર્ઘટનાની જાણ થતાં નદીમાં તરવૈયાઓની ટીમે ભારે જહેમત બાદ બંનેના મૃતદેહને બહાર કાઢ્યા હતા.બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડના કપરાડામાં ન્હાવા જતા 4 વિદ્યાર્થીઓના થયા હતા મોત
વલસાડ જિલ્લાના કપરાડાના રોહિયાળ તલાટ ગામે કોલક નદીમાં બે યુવાન ન્હાવા પડયા બાદ ડુબવા લાગતા રીક્ષા ચાલક સહિત ત્રણ બચાવભા નદી પડતા જોતજોતામાં પાંચેય નદીમાં ગરક થઇ થઇ ગયા હતા. લોકો દોડી ગયા બાદ પાંચેયને બહાર કાઢી હોસ્પિટલમાં લઇ જતા ચારને મૃત જાહેર કર્યા હતા. જયારે રીક્ષા ચાલકનો બચાવ થયો હતો. ચારેય હતભાગી યુવાન વાપીની કોલેજમાં અભ્યાસ કરતા હતા. ગઇકાલે મંગળવારે સાત વિદ્યાર્થીઓ રોહિયાળ તલાટ ગામે કોલકનદીમાં પાંડવ કુંડ બે રીક્ષામાં ફરવા ગયા તે વેળા ઘટના બની હતી.

