VIDEO: સુરેન્દ્રનગરના થાનગઢ દલિત હત્યાકાંડમાં ૧૪ વર્ષે પણ ન્યાય ન મળતા મૃતકના પિતાનો આપઘાત
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના થાનગઢમાં વર્ષ 2012માં થયેલા પોલીસ ફાયરિંગની ઘટના ફરી ચર્ચામાં આવી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા 16 વર્ષીય પંકજ સુમરાના પિતા અમરશી સુમરાનું 14 વર્ષ બાદ મૃત્યુ થયું છે. પરિવારજનોનો આરોપ છે કે ન્યાય ન મળવાના કારણે અમરશી સુમરાએ જીવન ટૂંકાવ્યું છે. 53 વર્ષીય અમરશી સુમરાના મૃત્યુની જાણ થતાં રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સપ્ટેમ્બર 2012માં તરણેતરના મેળા દરમિયાન થયેલા ઘર્ષણ બાદ થયેલા પોલીસ ફાયરિંગમાં મેહુલ રાઠોડ, પંકજ સુમરા અને પ્રકાશ પરમારના મૃત્યુ થયા હતા. આ ઘટનાએ ગુજરાત સહિત દેશભરમાં ચર્ચા જગાવી હતી. હાલ અમરશી સુમરાના મૃત્યુને લઈને પરિવારના આરોપો વચ્ચે પોલીસ અને રેલવે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

