Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : farmers were attacked in surendranagar

Surendranagar: 20 વિઘા પર ઉભો કપાસ પાક માલઢોર ચરી ગયા, ખેડૂતે વિરોધ કરતા માલધારીનો હુમલો

Timeછેલ્લું અપડેટ : 02 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરની વાડલા ગામની સીમમાં 20 વિઘા જમીન પર ઉભો કપાસ તૈયાર હતો અને પછી આ કપાસ પર માલધારીઓ દ્વારા માલઢોર છોડી દેવામાં આવ્યા હતા. માલઢોર કપાસના પાક પર ચરી ગયા હતા. આવી સ્થિતિને જોતા ખેડૂતોમાં રોષ ઉભો થયો છે.

App Store

ખેડૂતો ઉપર હુમલો પણ થયો

ખેડૂતો ઘણી મહેનત કરી કોઈ પાક તૈયાર કરતા હોય છે. આમ, ખેડૂતોએ મહામુસીબતે કપાસનું વાવેતર કર્યું હતુ પછી તેનું ઉત્પાદન કર્યું હતુ પણ ખેડૂતોએ એ ક્યારેય નહીં વિચાર્યું હોય કે તેમનો પાક ઢોર ચરી જશે. તૈયાર કપાસના પાક ઉપર માલધારીઓ દ્વારા ઢોર મૂકી અને ચારી દેવામાં આવ્યો હતો. અને ખેડૂતો દ્વારા ખેતરમાં માલઢોર ચારવાની ના પાડવામાં આવી તો તેમના પર હુમલો થયો હતો.

હુમલાના LIVE દ્રશ્યો, પોલિસ ફરિયાદ થઈ

ખેડૂતો પર થયેલ આ હુમલાના LIVE દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આ મામલે પોલીસ મથકમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવી. તેથી ખેડૂતો રોષે ભરાયા છે.