VIDEO: ખેતરમાં ઘુડખરના ત્રાસને લઈ તંત્રએ પગલાં ન લેતા ખેડૂતોમાં રોષ, 25 માર્ચે કરશે મહાસભાનું આયોજન
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરના નાના રણ વિસ્તારમાં ઘુડખર ત્રાસને લઈને 25 માર્ચે ઘણાદ ગામે ખેડૂત મહાસભાનું આયોજન થયુ છે. 300થી વધુ ઘુડખરના ટોળા ખેડૂતોના ઉભા પાકનો નાશ કરી રહ્યા છે. ઘુડખરોને નાના રણ તરફ ખસેડવા માટે છેલ્લા એક વર્ષથી ખેડૂતો તંત્રને રજૂઆત કરતા આવ્યા છે. મંત્રી, કલેકટર, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સુધી રજૂઆત છતાં પરિણામ ન મળતા ખેડૂતોએ ખેડૂત હિત રક્ષક સમિતિની આગેવાનીમાં મહાસભાની કરી તૈયારી કરી છે.

