Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Farmer leader Raju Karpada to commence 'Khedut Sankalp Yatra' from Tulsishyam

VIDEO: Surendranagarમાં ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા તુલસીશ્યામથી ‘ખેડૂત સંકલ્પ યાત્રા’નો કરશે પ્રારંભ

Timeછેલ્લું અપડેટ : 14 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપ્યા બાદ જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડા હવે ફરીથી સક્રિય થયા છે. પ્રવીણ રામ બાદ હવે રાજુ કરપડા ખેડૂતોના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે 'ખેડૂત સંકલ્પ યાત્રા' દ્વારા જંગી શક્તિ પ્રદર્શન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.  મળતી માહિતી મુજબ, આ યાત્રા આગામી 19 માર્ચથી પવિત્ર યાત્રાધામ તુલસીશ્યામથી શરૂ થશે. રાજુ કરપડાએ આ યાત્રાને સફળ બનાવવા માટે અત્યારથી જ રાજકીય અને સામાજિક આગેવાનો સાથે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આપમાંથી રાજીનામું આપ્યા બાદ, ખેડૂતોને સિંચાઈના પ્રશ્નો અને જણસના પૂરતા ભાવ અપાવવા માટે તેઓ ફરી મેદાને પડ્યા છે. 

App Store

આ સમગ્ર યાત્રા દરમિયાન કુલ 11 જેટલી મોટી ખેડૂત સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રાનું મુખ્ય આકર્ષણ 25 માર્ચે સુદામડા ખાતે યોજાનારી ભવ્ય ખેડૂત સભા રહેશે. આ દિવસે મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડે તેવી શક્યતા છે, જે રાજુ કરપડાના નેતૃત્વ હેઠળ એક મોટું શક્તિ પ્રદર્શન સાબિત થશે.