Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Factory manufacturing banned plastic caught on Surendranagar Wadhwan Road

Surendranagar news: સુરેન્દ્રનગર વઢવાણ રોડ પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતી ફેકટરી ઝડપાઈ

Timeછેલ્લું અપડેટ : 11 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Surendranagar news: સુરેન્દ્રનગર વઢવાણ રોડ પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવતી ફેકટરી ઝડપાઈ
સોર્સ : GSTV

Surendranagar news: ફરી એકવાર સુરેન્દ્રનગરમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી ફેકટરી ઝડપાઈ છે. જેમાં આ વખતે વઢવાણ રોડ પર આવેલી શ્રદ્ધા પ્લાસ્ટિર ઉત્પાદન પર સુરેન્દ્રનગર મનપાની ટીમે દરોડા પાડયા હતા. જે બાદ આ પ્લાસ્ટિક બનાવતી ફેકટરીમાંથી 7 હજાર કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. 

App Store

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર આવેલી અને જાણીતી શ્રદ્ધા પ્લાસ્ટિક ફેકટરી પર આજે બપોરે મનપાની ટીમે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મનપાના અધિકારીઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદન કરતા ફેકટરીમાં સઘન તપાસ હાથ ધરી હતી. સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદન થતા દરોડા પાડયા હતા. બેન લગાવામાં આવેલ પ્લાસ્ટિક ઉત્પાદન પર દરોડા બાદ ફફડાટ ફેલાયો હતો. જેમાં 7 હજાર કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. રૂપિયા 4 લાખથી વધુની રકમનું પ્લાસ્ટિક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.