Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Demand to withdraw cases including slapping Hardik Patel during the meeting

સુરેન્દ્રનગરમાં સભા દરમિયાન હાર્દિક પટેલને લાફો ઝીંકવા સહિતના કેસો પરત ખેંચવા ઉઠી માંગ

Timeછેલ્લું અપડેટ : 08 Feb 2025
લાઇવ ટીવીGoogle News
સુરેન્દ્રનગરમાં સભા દરમિયાન હાર્દિક પટેલને લાફો ઝીંકવા સહિતના કેસો પરત ખેંચવા ઉઠી માંગ

સુરેન્દ્રનગરના બલદાણામાંથી હાર્દિક પટેલને લાફો ઝીંકાયો તે સમયે થયેલા કેસો પરત ખેંચવા માંગ ઉઠી છે. આ મામલે ભાજપ અને પટેલ સમાજના આગેવાન મોહન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, યુવકો કોર્ટના ધક્કા ખાય છે. હાર્દિક પટેલ હવે ધારાસભ્ય છે સરકારમાં તેને આ બાબતે પણ કહેવુ જોઈએ.

App Store

આ પણ વાંચો : પાટીદાર આંદોલન વખતે થયેલા રાજદ્રોહના કેસ પરત ખેંચવા મામલે નીતિન પટેલનું નિવેદન

બલદાણામાં ચાલુ સભામાં હાર્દિક પટેલને લાફો ઝીંકાયો હતો તે દરમિયાન વાતાવરણ ગરમાઈ ગયું હતું. આજે લાફો મારનાર સાથે પણ હાજર રહેલા યુવકોએ ઝપાઝપી કરી હતી. આ મામલે તમામ કેસો પરત ખેંચવામાં આવે તેવી માંગ ઉઠી છે. મોહન પટેલે વધુમાં જણાવતાં કહ્યું હતું કે, બલદાણામાં બનેલી ઘટનામાં નિર્દોષ લોકો પર કેસ કર્યા અને એ તમામ લોકો હાર્દિકને સમર્થનમાં હતા. તેમને પણ ન્યાય મળવો જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.