પાટીદાર આંદોલન વખતે થયેલા રાજદ્રોહના કેસ પરત ખેંચવા મામલે નીતિન પટેલનું નિવેદન

પાટીદાર આંદોલન દરમિયાન થયેલા રાજદ્રોહના કેસ સરકાર દ્વારા પરત લેવાને મામલે પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પાટીદાર સમાજના નેતાઓએ તેમજ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી જેને લઇને આ નિર્ણય લેવાયો છે. જ્યારે બધુ વાતવરણ સમરસ છે ત્યારે આ કેસ ચલાવવાનો કોઈ મતલબ નથી જેના કારણે આ કેસ પરત ખેંચવામાં આવ્યા છે. કેસ પરત ખેંચવામાં આવતા પાટીદાર સમાજમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કિરીટભાઈના પ્રશ્નનો જવાબ આપતા નીતિન પટેલે કહ્યું કે, મુખ્યમંત્રી બધાને સાથે લઈને ચાલે છે તે કિરીટભાઈ પટેલને ન ગમ્યું હોય જેથી આવા પ્રશ્ન કરે છે.
આ પણ વાંચો : પાટીદાર આંદોલનમાં કરાયેલ કેસ પરત ખેંચવા બદલ ઋષિકેશ પટેલ અને ચૈતર વસાવાનું નિવેદન, જાણો શું કહ્યું
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ આપ્યું નિવેદન
પાટીદાર આંદોલન સમય થયેલા રાજદ્રોહના કેસો પરત ખેંચવાને મામલે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું કે, સરકારે 14 કેસો પરત લેવાનો નિર્ણય લીધો છે જેથી હું ગુજરાત સરકાર નો આભાર માનું છું. પાટીદાર આંદોલનના કારણે ખૂબ લાભ મળ્યો છે. હું સરકારનો, નરેન્દ્રભાઇ મોદીનો અને ગુજરાતના મુખ્યમંત્રીનો ખૂબ આભાર માનું છું

