Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Chaitar Vasavastatement on the withdrawal of the case filed by the government

પાટીદાર આંદોલનમાં કરાયેલ કેસ પરત ખેંચવા બદલ ઋષિકેશ પટેલ અને ચૈતર વસાવાનું નિવેદન, જાણો શું કહ્યું

Timeછેલ્લું અપડેટ : 07 Feb 2025
લાઇવ ટીવીGoogle News
પાટીદાર આંદોલનમાં કરાયેલ કેસ પરત ખેંચવા બદલ ઋષિકેશ પટેલ અને ચૈતર વસાવાનું નિવેદન, જાણો શું કહ્યું

ગુજરાતના અમદાવાદ શહેરમાં પાટીદાર અનામાત આંદોલન દરમિયાન સરકાર દ્વારા ઘણા બધા કેસ કરવામાં આવ્યા હતા. આ મામલે સરકાર દ્વારા ઘણાં ખરાં કેસને પરત ખેંચી લેવામાં આવ્યા છે જ્યારે થોડાં કેસ હજુ પણ ચાલી રહ્યા છે. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ ભાજપના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.

App Store

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન

ગુજરાતના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. ચૈતર વસાવાએ સરકાર દ્વારા આંદોલનમાં કરવામાં આવેલા કેસને પરત ખેંચવાના મામલે નિવેદન આપ્યું છે. ચૈતર વસાવાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન કરવામાં આવેલા દેશદ્રોહના કેસોને સરકારે પરત ખેંચ્યા તે નિર્ણયને આમ આદમી પાર્ટી આવકારે છે.

આ પણ વાંચો : વડોદરાના હરણી બોટકાંડમાં તમામ મૃતકો માટે વળતર જાહેર કરાયું, કુલ 14 લોકોએ ગુમાવ્યો હતો જીવ

ગુજરાતમાં એસ.સી, એસટી, ઓબીસી, માઈનોરીટી, વિદ્યાર્થી, કર્મચારીઓ અને ખેડૂતોના વિવિધ આંદોલન કરવામાં આવ્યા હતા. આ આંદોલનોમાં પણ જે લોકો પર કેસ કરવામાં આવ્યા છે તે કેસોને પણ સરકાર પરત ખેંચે. એક સમુદાયના કેસો પરત ખેંચવામાં આવે છે અને બીજા સમુદાય સાથે અન્યાય કરવામાં આવે છે.

આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા

પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો પર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે, હવે માત્ર 4 જ કેસ બાકી છે, મોટા ભાગના પરત ખેચાઇ ગયા છે. બધા કેસની સમીક્ષા કરવાને કારણે થોડો સમય લાગ્યો છે. વિપક્ષ આક્ષેપ કર્યા કરે, જેતે સમયે કોઈ હેતુસર નહિ પણ લાગણીસભર રીતે યુવાઓએ આંદોલન કર્યા હતાં. આંદોલન ક્યારેય હિંસક ન હોવા જોઈએ. ન્યાયનો સિદ્ધાંત છે કોઈ નિર્દોષને સજા ન થવી જોઈએ તે હેતુસર કેસને પાછા ખેંચવામાં આવ્યા છે.