VIDEO: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પૂજારી-પત્નીના મૃતદેહ મળ્યા, પોલીસે તપાસ શરૂ કરી
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા નજીક આવેલા તારંગા ધામમાં પૂજારી અને તેમની પત્નીના મૃતદેહ મળતા ચકચાર મચી છે. સવારે રૂમમાંથી કોઈ હલચલ ન દેખાતા સંચાલકોએ દરવાજો ખોલતાં બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં મહિલાના માથામાં બોથડ વસ્તુના ઘા મળ્યા છે. પોલીસે હત્યા બાદ આત્મહત્યાની આશંકા વ્યક્ત કરી છે. ઘટનાસ્થળેથી પુરાવા કબ્જે કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

