Surendranagar: થાનગઢમાં ડ્રોના નામે છેતરપિંડી કરવાના મામલે 7 લોકો સામે ગુનો નોંધાયો
સોર્સ : GSTV
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ડ્રોના નામે છેતરપિંડી કરવાના મામલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં કુલ 7 લોકો સામે ગુનો નોંધાયો છે, જેમાં વિજય સંકટ મોચન હનુમાનજી મંદિરના મહંત રામદાસ મહાત્યાગી સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગૌશાળા અને મંદિરના લાભાર્થે ગેરકાયદેસર રીતે ટિકિટો વેચીને 3.09 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા અત્યાર સુધીમાં પાંચ ઇસમોની અટકાયત કરી લેવામાં આવી છે. સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને અન્ય સંડોવાયેલા ઇસમો સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ કરવામાં આવી છે.

