VIDEO: વિકાસના કામમાં ભ્રષ્ટાચાર? સુરેન્દ્રનગરમાં માત્ર ૨૬ જ દિવસમાં નવો રોડ તૂટતાં ખુદ મેયર લાલઘૂમ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના વઢવાણમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલો તદ્દન નવો રોડ માત્ર ૨૬ દિવસના ટૂંકા ગાળામાં જ તૂટી જતાં ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી છે. વઢવાણ રેલવે સ્ટેશન બાયપાસનો આ નવો રસ્તો બિસ્માર બનતા જ સ્થાનિક તંત્ર અને કોન્ટ્રાક્ટરોમાં હડકંપ મચી ગયો છે. વિકાસના કામોમાં થઈ રહેલી આ નબળી કક્ષાની કામગીરી અને ગેરરીતિ મુદ્દે ખુદ સુરેન્દ્રનગરના મેયર ભારે નારાજ થયા છે...મેયરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રસ્તાના કામમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં નહીં આવે અને તેઓ પોતે આ મામલે સ્થળ તપાસ કરશે.

