Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Controversy over food to displaced people in Surendranagar, serious allegations against the contractor

VIDEO: સુરેન્દ્રનગરમાં સ્થળાંતરિત લોકોને ભોજન મુદ્દે વિવાદ, કોન્ટ્રાકટર સામે ગંભીર આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરમાં પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે સ્થળાંતર કરાયેલા 200થી વધુ લોકોને આપવામાં આવેલા ભોજનને લઈને વિવાદ ઊભો થયો છે. ટેન્ડરની શરતો મુજબ પુરી, શાક સહિતનું સંપૂર્ણ ભોજન આપવાનું હોવા છતાં સ્થળાંતરિત લોકોને માત્ર ખીચડી પીરસવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને મોડી રાત્રે સ્થળાંતરિત લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. દરમિયાન, આ ભોજનનો કોન્ટ્રાક્ટ મહાનગરપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિ પાસે હોવાનું પણ ચર્ચામાં આવ્યું છે. સમગ્ર મામલે કમિશનરને રજૂઆત કરવામાં આવતા તાત્કાલિક તપાસ અને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ઘટનાએ પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News