VIDEO: લીમડી-ચોટીલા હાઈવે પરથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, 1.26 કરોડનો મુદ્દામાલ જપ્ત
સોર્સ : gstv
117_SRN_DARU_JAPTA_AV_KARTIK
સુરેન્દ્રનગરના લીમડી-ચોટીલા નેશનલ હાઈવે પર રાસકા બોડીયા પુલ નજીક LCBએ દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે. શંકાસ્પદ ટ્રકની તલાશી લેતા અલગ-અલગ બ્રાન્ડની 31,452 ઈંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી. LCBએ દારૂ અને ટ્રક સહિત કુલ 1.26 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટ્રક ચાલક જુન્જારામ ગોદારા, રહે. બાડમેર, રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી છે. ટ્રક માલિક, નાશિકથી જથ્થો મોકલનાર રમેશકુમાર અને જથ્થો મંગાવનાર અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે.

