Surendranagar news: થાનમાં વેપારી પર તલવાર અને હથિયારોથી હુમલો, 12થી વધુ લોકોએ કર્યું ફાયરિંગ

સોર્સ : gstv
ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગરના થાન વિસ્તારમાં જમીન વિવાદને લઈને વેપારી પર તલવાર અને હથિયારોથી હુમલો કરી 12થી વધુ લોકો દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
વેપારી સહિત કેટલાક લોકો ઈજાગ્રસ્ત
હુમલામાં વેપારી સહિત કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેઓને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.ફાયરિંગ કરનાર વ્યક્તિ બુટલેગર હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટના બાદ મોડી રાત્રે DYSP સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.અને તપાસ હાથ ધરી છે..

