Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Arrest of Kirti Patel from Surendranagar, Pune police took action in extortion case

VIDEO: સુરેન્દ્રનગરથી કીર્તિ પટેલની ધરપકડ, ખંડણી કેસમાં પૂણા પોલીસે કાર્યવાહી કરી

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાંથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન દ્વારા મધરાત્રિના સમયે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખંડણી અને ધમકી સહિતના ગુનામાં કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને કીર્તિ પટેલના સગાના મોબાઈલ લોકેશનના આધારે તેનું ચોક્કસ સ્થળ મળ્યું હતું, ત્યારબાદ હરિઓમ નગર વિસ્તારમાં આવેલા પિતાના ઘરેથી તેને ઝડપી લેવામાં આવી હતી. ધરપકડ દરમિયાન જોરાવરનગર પોલીસ પણ સાથે રહી હતી. કાર્યવાહી બાદ કીર્તિ પટેલને તાત્કાલિક રાત્રે જ પૂણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. હવે સમગ્ર મામલે આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી પૂણા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News