VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખાણોમાં ડૂબી જવાથી મોત મામલે રોષ, થાન-ચોટીલા હાઇવે પર ચક્કાજામ
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખાણોમાં ડૂબી જવાથી યુવકોના મોતની ઘટનાઓને લઈને ભારે રોષ ફાટી નીકળ્યો છે. છેલ્લા 15 દિવસમાં ત્રણ યુવકોના મોત થતાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. થાન-ચોટીલા હાઇવે પર ચક્કાજામ કરી પરિવારજનો અને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો.
વાવડી ગામે ગેરકાયદેસર ખાણમાં યુવક ડૂબી જતાં તેનું મૃતદેહ લાપતા બન્યો હોવાનું સામે આવ્યું છે. પરિવારજનોએ ખનિજ માફિયાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ગ્રામજનોએ ગેરકાયદેસર ખાણો તાત્કાલિક બંધ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

